સુવિચાર :- "વિદ્યાર્થી-શિક્ષક વચ્ચે સબંધ છે કેટલો? માછલીને પાણીના સબંધ જેટલો. - એમ.જે. ડેરવાળીયા

Tuesday 9 October 2012

saradar patel


૩૧ મી ઓક્ટોબરની સરદાર પટેલ જયંતિ નિમિત્તે તેમના ચરણોમાં નતમસ્તકે અર્પણ
          સરદાર વલ્લભભાઈ  પટેલ           આલેખન  -  મુકેશ ડેરવાળિયા
    ભારત ભોમની રક્ષા કાજે કોણ રે ઉઠશે ભાઈ આવી વેદનાના ભણકારા જયારે કાને સંભાળતા ત્યારે એક ભડવીર ભારતમાં ૩૧ મી ઓક્ટોબર ૧૮૭૫ ના રોજ બેઠો થયો અને તે બીજું કોઈ નહિ પરંતુ આપણો સરદાર, ખેડૂતોનો સરદાર અને આખા દેશનો તારણહાર સરદાર વલ્લભભાઈ પટેલ.
     માતા લાડબાઈની કૂખે જન્મેલા વલ્લભભાઈ પટેલને પિતા ઝવેરબાપાએ એવો તો કયો પાઠ ભણાવ્યો કે જેનાથી ભારતની જનતાએ આઝાદી મેળવવા માટેનું પયપાન કીધું.
     વલ્લભભાઈ એટલે બીજું કોઈ નહિ પરંતુ આત્મવિશ્વાસનો ઊંડો દરિયો. એકવાર પ્રતિજ્ઞા લીધી પછી ખલાસ. જ્યાં સુધી પ્રતિજ્ઞા પૂરી ન થાય ત્યાં સુધી તેની ઊંઘ પણ અધૂરી જ રહે. પ્રતિજ્ઞા લે એટલે એમના અંતર-આત્મામાંથી એક જ સૂર નીકળે કે-                            
                                                       અમે લીધી પ્રતિજ્ઞા પાળીશું રે,
ભલે કાયાના કટકા થાય.
ભલે વરસે વરસાદ મહા જુલ્મનો રે,
ભલે પછી થાવાનું હોય તે થાય.”
   વલ્લભભાઈ પટેલે લોકો પર એવા તો કયા કામણ કર્યા કે લોકો કહેવા લાગ્યા, “ બાપ....
                             તપાવે યા ડૂબાડે કે અમોને ભટ્ઠીમાં બાળે,                                     અમારે જીવવું મરવું, બસ વલ્લભની સાથે.”
    લોખંડી છાતી અને મરદનો બચ્ચો જયારે સત્યાગ્રહ લડ્યો, તે પછી ખેડા સત્યાગ્રહ હોય કે બારડોલી સત્યાગ્રહ હોય, ધરાસણા સત્યાગ્રહ હોય કે બીજો કોઈપણ આઝાદીનો પ્રસંગ, પણ ભાગ લે ત્યારે વલ્લભભાઈ વિશે એક જ નારો ગગનમાં ગૂંજતો-
આવે, આવે, મરદ આવે,
ખેતર છોડી ખેડૂત આવે,
આખો વીર સમાજ આવે,
પૂર્ણ સ્વરાજ લઈને આવે.”
    વલ્લભભાઈ પટેલ એટલે જાણે ગુજરાતનો ગીરનાર, એકલો અડિખમ ઉભો રહીને આખી અંગ્રેજ સત્તા સામે ટક્કર જીલનાર એવાને આપણે ગીરનાર”  ન કહીએ તો બીજું શું કહીએ? વલ્લભભાઈને જો ગીરનાર ગણીએ તો તેની ગર્જના કેસરી જેવી જ હોય અને માટે જ કહેવાય છે કે-
    કોની હાંકે મડદા ઉઠ્યા,કાયર કેસરી થઇ તાડૂક્યાં,
      કોની રાડે કપટી જૂઠ્ઠાં, જાલીમોના ગાત્ર વછૂટ્યા?
      ખેડૂતોના  તારણહાર  જય સરદાર જય સરદાર
   આજે પણ ખેડૂતોના સરદાર તરીકે ઓળખાતા વલ્લભભાઈને ગુજરાત રાજ્યે તેમનું નામ ગુજરાતના ઇતિહાસ જગતમાં અમર રાખવા માટે તેમનું વિશાળ સ્મારક સરદાર સરોવર પર બનાવવાનો નિર્ણય કર્યો છે.
    વલ્લભભાઈ પટેલનું અવસાન ૧૫ મી ડીસેમ્બર ૧૯૫૦ ના રોજ થયું. પરંતુ તેના આ સમાચાર સાંભળી કદાચ માં ભારતી પણ વેદના પામી હશે કે-
                  બેઠી પનોતી હાય દુર્દશા આખે દેશ,
             જ્યાં જોઉં ત્યાં સ્વાર્થ ભટકતો ભિન્ન ભિન્ન વેશ.” પણ મારા વહાલા લોક સમુદાય, વલ્લભભાઈનું  એક વાક્ય આપણે જીવનમાં ઉતારીશું તો હું માનીશ કે વલ્લભભાઈને સાચી શ્રદ્ધાંજલિ મળી ગઈ-
સૂતેલા જાગજો સિહો,મરેલા ઉઠજો મર્દો,
પકડજો સત્યના શસ્ત્રો , આપણા દેશને માટે.”

Friday 27 July 2012

ધોરણ-૩ માં કાવ્ય- ચાંદલો ગમે  નું  powerpoint 2007  માં  તૈયાર કરેલ આ પ્રેજન્ટેશન  વિદ્યાર્થીઓને ખુબજ ઉપયોગી નીવડે તેવું છે. તો અચૂક ડાઉનલોડ કરી વિદ્યાર્થીઓને બતાવો.
રજુકર્તા -શ્રી એચ.જી. વનાળીયા  .......આ.શિ. શ્રી રૂપાવટી પ્રા.શાળા.

 ડાઉનલોડ કરો અહીંથી

Monday 23 July 2012

એક બિલાડી જાડી  વિડીયો

Friday 13 July 2012

MS Officeથી PDF ફાઈલ કેવી રીતે બનાવશો ?

કમલેશ ઝાપડિયા
મિત્રો, તમારે PDF ફાઈલ બનાવવી છે?
નીચેના સ્ટેપ અનુસરો.
1.       સૌ પ્રથમ એક નાનકડો સોફ્ટવેર ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.(933kb)
2.       એ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરો.
3.       નીચે ચિત્રમાં બતાવ્યા પ્રમાણે ઓફિસ શરું કરી PDFમાં સેવ કરો.

ધોરણ ૭ વિડીયો


આજની ઘડી તે રળિયામણી વિડિઓ નિહાળો.

ધોરણ ૮ વિડીયો


ધોરણ ૬ વિડીયો


શાળાપ્રવેશોત્સવ


રાષ્ટ્રીય તહેવાર


ઇકો ક્લબ


વિજ્ઞાન-ગણિત મંડળ


સાંસ્કૃતિક કાર્યક્રમ વિડિઓ


વાંચન પર્વ


મીના પ્રવૃત્તિ


અનુંક્રમ


રૂપક અંગે

Wednesday 4 July 2012

દાદા નો ડંગોરો

જોડકણું - દાદા નો ડંગોરો

ધોરણ ૩ થી ૮ ના કાવ્યો

ધોરણ- ૫ ગુજરાતી

૧. સુંદર સુંદર
૨. મેવલિયો
૩. યશગાથા ગુજરાતની
૪. દિવાળી
૫. વિસરું નહિ પ્રભુ નામ
૬. અટકચાળો જીવો
૭. કાલે
૮. સમજણ તે આપણા બેની (પૂરક વાચન)
૯. બળતા બપોર (પૂરક વાચન)

ધોરણ- ૫ હિન્દી

૧. નન્ના મુન્ના રાહી હું
૨. રામુ ઔર શ્યામુ
૩. શિખો
૪. ઝરઝર ઝરતા ઝરના
૫. ચિડિયા કા ગીત
૬. પ્યારે બાપુ
૭. ચલતે રહો

ધોરણ- ૫ અંગ્રેજી

1. Hello sun 2. મમ્મી મારી ઢિંગલી બોલતી થઈ
3. The moon is mear the star
4. These are may hands
5. Two littel eyes
6. Happy birthday
7. This is tae way i wash my hand 
8. Red and Orrange
9. Day-1 -Gods love is so wonderful
10. Day-4 Hope a littel
11. Oral-1 Do the Honky Ponky

ધોરણ- ૬ અંગ્રેજી

1. God is great
2. I am jumping
3. Jonny Jonny Yes Papa
4. There are houses
5. Littel minu walked and walked
6. Incy wincy spider
7. Leela had a littel lamp
8. Day- 11 Wel-come
9. Day-1 Where is thumbkin
10. Day-4 Hope a littel
11. S.L-1 Ican see sun
12. S.L-5 A B C D
13. S.L-6 One Two Three
14. S.L-7 Pray in Morning

ધોરણ- ૬ ગુજરાતી

૧. જીવન અંજલી થાજો.
૨. અષાઢી સાંજ
૩. ઘડવૈયા
૪. જશોદા તારા કાનુડાને
જશોદા તારા કાનુડાને (અલગ રાગમાં)
૫. મંઝિલ દૂર નથી
૬. ધરતીના સાદ
૭. હિંડોળો
૮. સાથી મારે બાર
૯. જાગો જાગો જન (પૂરક વાચન)
૧૦. રૂપાળું મારું ગામડું

ધોરણ- ૬ હિન્દી

૧. દેશ હમારા
૨. બાદલ
૩. નન્હા પૌંધા
૪. મેરા ગાવ
૫. તોતાજી કી સિખ
૬. એક જગત એક લોક

ધોરણ- ૭ ગુજરાતી

૧. આંધળી માનો કાગળ
૨. દેખાતા દીકરાનો જવાબ (પૂરક વાચન)

ધોરણ- ૭ હિન્દી

૧. તબ યાદ તુમ્હારી આતી હૈ
૨. હિન્દ દેશ કે નિવાસી
૩. અમૃતબાની
૪. હમારા ઘર હમારા દેશ
૫. કર્મવીર
૬. પેડ
૭. મેરા એક સવાલ
૮. બેટી

ધોરણ- ૮ ગુજરાતી

૧. હળવે હળવે
૨. વડલો કહે છે.
૩. કાનુડાને બાંધ્યો છે હીરનાં દોરે
ફક્ત એક ક્લિક દ્વારા ગીત ડાઉનલોડ કરો અને ગીત સંભાળો
ધોરણ- ૧ ભાષા-પર્યાવરણ- ગણિત 
જંગલ કેરા પ્રાણીઓની છૂકછૂક ગાડી ચાલી
ચાલો જોવા જઈએ મેળો
અજબ જેવી વાત છે.
આવો મેઘરાજા
ચાલો ચાલોને રમીએ હોડી હોડી
ચોખ્ખું ઘરનું આંગણું
વાદળ વાદળ વરસો પાણી
બા વિના મને ખવડાવે કોણ ?
એક ઝરણું દોડ્યું જાતુતું
આવો પારેવા, આવોને ચકલાં
એક કબૂતર નાનું
કાગડો કાળોને
ડ્રાંઉં ડ્રાંઉં અમે દેડકજી
હાલો ખેતરીયે
દરિયાકાંઠે
ઉંચું ઉંચું ઊંટ
આ અમારો દેશ છે.
રણમાં તો છે ઢગલે ઢગલા

 ધોરણ- ૨ ભાષા-પર્યાવરણ- ગણિત
વડદાદા
ઉગીને પૂર્વમાં
આ અમારું ઘર છે.
આ અમારી ગાડી છે.
બા મને ચપટી વગાડતાં આવડી ગઈ
આપણું આ ગુજરાત છે.
ચોખ્ખું ઘરનું આંગણું
જન ગણ મન (રાષ્ટ્રગીત)
વંદે માતરમ્ (રાષ્ટ્રીય ગીત)
તું અહિંયાં રમવા આવ મજાની ખિસકોલી
કલરવની દુનિયા
અચ્ચર આવે કચ્ચર આવે
એક રૂપિયાના દશકા દશ
રૂપિયો આવ્યો બજારમાં
થઈએ કાકાકૌઆં
બાર મહિના






Monday 25 June 2012

   ગુરૂ મહિમા -૩       એમ.જે. ડેરવાળીયા
                                                      જયારે ઈશ્વરે આ બ્રમ્હાંડનું નિર્માણ કર્યું ત્યારે સૂર્યમંડળના સૌથી મોટા ગ્રહનું નામ ગુરૂ પાડ્યું. એવીજ રીતે જયારે ઈશ્વરે આ જીવસ્રુષ્ટિ નું  નિર્માણ કર્યું, ત્યારે દુનિયા પર મહાન વ્યક્તિ તરીકે ગુરુને સ્થાન આપ્યું.
                              પ્રાચીન સમયમાં મહાન થયેલ વ્યક્તીઓંની જીવનગાથા તપાસતા એ વાત સ્પષ્ટ થાય છે કે મહાન બનેલી વ્યક્તીઓંના જીવનમાં કોઈને કોઈ ગુરુનો સિહફાળો અવશ્ય રહેલો છે.એકલવ્ય વિષે આપણે ક્યાં નથી જાણતા?
                               એકલવ્ય ગુરુની પ્રતિમાના પ્રતાપથી જો ઇતિહાસના પાના પર અમર થઇ જતો હોય તો આપણી સામે તો ગુરુની જીવતી જાગતી પ્રતિમાઓ છે.તેથી આપણે ઇતિહાસના પાના પર અમર તો શું ખુદ ઈશ્વર પણ બની જઈએ.
                               ચાણક્ય કહે છે-
"ગુરૂ કભી સાધારણ નહિ હોતા,
અર્થાત શિક્ષક કભી સાધારણ નહિ હોતા,
પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદમે પલતે હૈ."
                               સૃષ્ટિ પર પ્રલય લાવવાનું કાર્ય તો ભગવાન શંકરનું છે. અર્થાત આપના ગુરૂ શંકર સમાન છે.  સૃષ્ટિપર નિર્માણ કરવાનું કાર્ય ભગવાન બ્રમ્હાનું છે. અર્થાત આપના ગુરૂ બ્રમ્હા સમાન છે.તેથી આપના ગુરુને બ્રમ્હા અને શંકર કરતાં જરા પણ કમ ન કહી શકાય.
                                 અંતે ગુરૂ વિષે હું એટલું જ કહીશ -
" ચાંદ અધૂરા હૈ...... સિતારો કે બીના,
ગુલશન  અધૂરા હૈ.....બહારો કે બીના,
સમુન્દર અધૂરા હૈ.......કિનારો કે બીના,
જીવન અધૂરા હૈ ......ગુરૂ કે બીના.
જીવન અધૂરા હૈ ......ગુરૂ કે બીના."