સુવિચાર :- "વિદ્યાર્થી-શિક્ષક વચ્ચે સબંધ છે કેટલો? માછલીને પાણીના સબંધ જેટલો. - એમ.જે. ડેરવાળીયા

Monday 25 June 2012

   ગુરૂ મહિમા -૩       એમ.જે. ડેરવાળીયા
                                                      જયારે ઈશ્વરે આ બ્રમ્હાંડનું નિર્માણ કર્યું ત્યારે સૂર્યમંડળના સૌથી મોટા ગ્રહનું નામ ગુરૂ પાડ્યું. એવીજ રીતે જયારે ઈશ્વરે આ જીવસ્રુષ્ટિ નું  નિર્માણ કર્યું, ત્યારે દુનિયા પર મહાન વ્યક્તિ તરીકે ગુરુને સ્થાન આપ્યું.
                              પ્રાચીન સમયમાં મહાન થયેલ વ્યક્તીઓંની જીવનગાથા તપાસતા એ વાત સ્પષ્ટ થાય છે કે મહાન બનેલી વ્યક્તીઓંના જીવનમાં કોઈને કોઈ ગુરુનો સિહફાળો અવશ્ય રહેલો છે.એકલવ્ય વિષે આપણે ક્યાં નથી જાણતા?
                               એકલવ્ય ગુરુની પ્રતિમાના પ્રતાપથી જો ઇતિહાસના પાના પર અમર થઇ જતો હોય તો આપણી સામે તો ગુરુની જીવતી જાગતી પ્રતિમાઓ છે.તેથી આપણે ઇતિહાસના પાના પર અમર તો શું ખુદ ઈશ્વર પણ બની જઈએ.
                               ચાણક્ય કહે છે-
"ગુરૂ કભી સાધારણ નહિ હોતા,
અર્થાત શિક્ષક કભી સાધારણ નહિ હોતા,
પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદમે પલતે હૈ."
                               સૃષ્ટિ પર પ્રલય લાવવાનું કાર્ય તો ભગવાન શંકરનું છે. અર્થાત આપના ગુરૂ શંકર સમાન છે.  સૃષ્ટિપર નિર્માણ કરવાનું કાર્ય ભગવાન બ્રમ્હાનું છે. અર્થાત આપના ગુરૂ બ્રમ્હા સમાન છે.તેથી આપના ગુરુને બ્રમ્હા અને શંકર કરતાં જરા પણ કમ ન કહી શકાય.
                                 અંતે ગુરૂ વિષે હું એટલું જ કહીશ -
" ચાંદ અધૂરા હૈ...... સિતારો કે બીના,
ગુલશન  અધૂરા હૈ.....બહારો કે બીના,
સમુન્દર અધૂરા હૈ.......કિનારો કે બીના,
જીવન અધૂરા હૈ ......ગુરૂ કે બીના.
જીવન અધૂરા હૈ ......ગુરૂ કે બીના."
   

Sunday 24 June 2012

ગુરૂ વિષે અદભૂત વક્તવ્ય


જો  જો ગુરૂ વિષે વાંચતા  રુંવાટા ખાડા ના થઇ જાય!!!!!

ગુરૂ મહિમા ભાગ- 2     મુકેશ ડેરવાળિયા
ગુરૂ તો જીવનરૂપી નાવનો ખલાસી જ હોય શકે. નાવમાં ખલાસી ન હોય તો, તે નાવ ગમે તે દિશામાં ગતિ કરીને અંતે હલક – ડોલક થઈને ડૂબી જાય છે . એવી જ રીતે જિંદગીમાં કોઈ ગુરૂ જ ન હોય તો જીવન વેડફાય જાય છે. અને અંતે મંજિલ મળતી નથી.
ભજનની એક પંક્તિ યાદ આવે છે કે-
‘’ભટકેલા મનની ગુરુજી ભૂલોને સુધારજો , સમજણના સોટા અમને દેજો ગુરુજી મારા ચરણોમાં લેજો.’’
    માતા આપના શરીરને સુધારવાનું કામ કરે છે, પણ ગુરુજી તો આપણા મનને સમારવાનું કામ કરે છે.
     ગુરૂ-પૂર્ણિમાનો તહેવાર પૂનમના દિવસે જ શા માટે? આ પ્રશ્ન મને કોઈ પૂછે તો હું એક જ જવાબ આપું કે –પૂનમનો ચંદ્ર સોળે કળાએ ખીલેલો હોય છે.ચંદ્રની ચાંદનીની શીતળતા સૌ કોઈને ગમે છે.ગુરુમાં પણ આ દરેક ગુણ હોવાથી ચન્દ્ર સાથે જ ગુરૂની તુલના કરી શકાય. બીજી કોઈ વસ્તુ સાથે ગુરુની તુલના કરવી એ ‘’ગુરૂ ‘’ શબ્દ સાથે અન્યાય છે.
પ્રાચીન સમયમાં રાજાઓ પોતાના દરબારમાં ‘’રાજગુરૂ’’ રાખતાં.રાજગુરુની ગાદી રાજાની ગાદી કરતાં પણ સહેજ ઊંચી રાખવામાં આવતી.રાજા પ્રજાનો સેવક બનીને રહેતો પરંતુ ગુરુનો દાસ બનીને રહેતો. રાજા પોતાના દરબારમાં ગુરુનો જેટલો આદર કરતા એ વાત પરથી મનમાં એક ચિંતન જરૂર થાય કે –‘’રાજશાસન ચલાવવા ગુરુની હાજરી જરૂરી છે,તો દુનિયારૂપી શાસન ચલાવવા શું ગુરુની હાજરી આવશ્યક નથી?
ગુરૂ મહિમા ગાતાં મને એક પંક્તિ સૂઝે છે-
‘’ગુરૂ ગણેશ, ગુરૂ ગૌતમ,ગુરૂ ગાયનો અવતાર,
ગુરૂ જ્ઞાન રૂપી દૂધ પાયને કરાવે છે ભવપાર ‘’

ગુરૂ પૂર્ણિમા નિમિત્તે ગુરુના ચરણોમાં અર્પણ


ધારદાર  વક્તવ્ય
ગુરૂ મહિમા ભાગ- 1     મુકેશ ડેરવાળિયા
   ગુરૂનો મહિમા ગાતા શ્રી વિનોબા ભાવે લખે છે કે- શિલવાન સાધુ હોય છે, પ્રજ્ઞાવાન જ્ઞાની હોય છે, કરૂણાવાન માં હોય છે,પરંતુ ગુરૂ તો સાધુ, જ્ઞાની અને માં ત્રણેય હોય છે.
ગુરૂ શબ્દનો ભાવાર્થ મારી દ્રષ્ટિએ કરું તો- ગુ એટલે ગુણવાનરૂ એટલે ઋષિ.       
તો ગુરૂનો અર્થ થયો- ગુણવાન ઋષિ. પ્રાચીન સમયમાં ઋષિઓના આશ્રમમાં શિક્ષા મળતી.
મહાન થઇ ગયેલાં વ્યક્તિઓના જીવનચરિત્ર તપાસતાં એક વાત દિવા જેવી સ્પષ્ટ થાય છે કે દરેક મહાન  વ્યક્તિના જીવનમાં ગુરૂનો સિંહફાળો છે. તે ગુરૂ પછી  પત્ની સ્વરૂપે હોય કે પુત્ર સ્વરૂપે હોય , મિત્ર સ્વરૂપે હોય કે શિક્ષક સ્વરૂપે હોય . શું જેસલ જાડેજાને જેસલપીર બનાવનાર રાણી તોળાદેને જેસલના ગુરૂ માની શકાય? માટે કહું છું-
                           ચંદનમ્ શીતલમ્ લોકે, ચન્દનાત્ અપિ ચંદ્રમા,
                           ચન્દ્ર-ચન્દનયોઃ મધ્યે શીતલા ગુરૂ સંગતિઃ  .
             અર્થાત્ જગતમાં ચંદન  શીતળ  છે, ચંદન કરતાં ચંન્દ્રની ચાંદની વધારે શીતળતા આપે છે. ચંદન અને ચંન્દ્રની ચાંદની કરતાં પણ ગુરૂસંગતિ એટલે કે ગુરૂનો સહવાસ વધારે શીતળતા આપે છે.
              ગુરૂના સહવાસથી મહાન  બનેલી જાપાનની છોકરી તોતોચાન વિષે શું આપ નથી જાણતા? તેમ છતાં  સાંભળોઃ
       એક પાંચ-સાત વર્ષની છોકરી. નામ એનું તોતોચાન. તેની માતાએ જાપાનની એક પ્રાથમિક શાળામાં દાખલ કરી. છોકરી એવી તોફાની ને નટખટ કે એક ક્ષણ માટે પણ શાંતિથી બેસ  શકે.શાળાના શિક્ષકે કંટાળીને તે શાળામાંથી નામ કઢાવી જવા તેની માતાને વિનંતી કરી. તોતોચાનનું નામ શાળામાંથી કાઢી નાખ્યું.  
             બીજી એક શાળામાં તેને દાખલ કરી. ત્યાં પ્રથમ દિવસે આચાર્ય શ્રી કોબાયાશી સાથે ત્રણ ત્રણ કલાક સુધી ગાંડીઘેલી  ભાષામાં વાતો કરી. વાતો સાંભળીને તે એક વાક્ય બોલ્યાઃ" તું બહુ સુંદર છોકરી છે." આચાર્યના એક વાક્યએ બાલિકાને અત્યારે જાપાનની સુવિખ્યાત ટી.વી. કલાકાર તરીકે પ્રસિદ્ધ કરી મૂકી. જો ગુરૂનું એક વાક્ય વ્યક્તિનું જીવન પલટાવી શકતું હોય તો ગુરૂના શબ્દોમાં કેવી દિવ્ય શક્તિ  છે તે આપ જાણી શકશો.
       અને અંતે  મને  સુજેલી  બે પંક્તિ  ગુરૂના ચરણોમાં અર્પણ કરી મારી વાતને વિરામ આપું છું-
ગુરૂ મારી દુનિયા  ને દુનિયાનો હુ દાસ,
ગુરૂ મારૂં જીવન ને જીવનની આશ.
 ગુરૂ મારી દુનિયા  ને દુનિયાનો જીવ,
 ગુરૂ મારૂં જીવન ને જીવનની શિવ.