ઉગતી યુવા પેઢીને એક સંદેશ .. મુકેશ ડેરવાળિયા.

યુવાન કોને કહી શકાય ? કે જે અઢાર વર્ષની ઉંમરે પહોચ્યો હોય ? વાળ કાળા કરેલા હોય ? સુંદર કપડાં પહેર્યા હોય ? હું એ વાત સાથે બીલકુલ સંમત નથી. યુવાન કોને કહેવાય ખબર છે -
જો પહાડો સે ટકરાતે હૈ ઉસે તુફાન કહતે હૈ
જો તુફાનો સે ટકરાતે હૈ ઉસે યુવાન કહતે હૈ.
આજની યુવા પેઢી તો પવનના સુસવાટાને ઝીલવા સક્ષમ રહી નથી,કારણ- ઊગવાની શરૂઆત થઈ ત્યાં તો આથમવાનાં એંધાણ વરતાયા પેલા વ્યસનના કારણે. કોઇએ સાચું જ કહ્યુ છે કે જો દેશને બરબાદ કરવો હોય તો તેના પર અણુબૅામ્બ ન ફેંકો, આક્રમણ ન કરો પણ એ દેશની યુવાપેઢીને વ્યસનના માર્ગે વાળો, તે આપોઆપ બરબાદ થઇ જશે. પણ મારા ઊગતા યુવાબંધુઓ મારી એક સોનેરી સલાહ
માનો કે-
દઇ દે મારા યાર તમાકુને તલાક,
તારા બચી જશે જીંદગીના ઘણા કલાક.
મુખમાં રાખે છે સિગારેટ ને બીડી,
કાલે નહિ ચડી શકે ઘરની સીડી.
ઊગતી યુવા પેઢીને ટી.વી.નામનું નવું ભૂત વળગ્યું છે.જેને કારણે યુવાનોમાં અત્યાચારનો અગ્નિ પ્રગટી ચૂક્યો છે ને ધીરે ધીરે ચેનલોરૂપી પેટ્રોલના ટીપાં તેને વધારે ને વધારે સળગાવી રહ્યા છે.ભાવિ પેઢી તેમાં બળીને ખાખ ન થઇ જાય એ માટે ટી.વી.ના ભૂતને ભસ્મિભૂત કરવા યુવા પેઢી જ સક્ષમ છે.એ યુવા પેઢીને મારે એટલું જ કહેવું છે કે-
સૂતેલા જાગજો સિંહ, મરેલા ઊઠજો મર્દો,
છોડજો વ્યસનની વાનગી,તમારા તન માટે.
ભારતમાં 60% વસ્તી વૃદ્ધો અને બાળકોની છે અને માત્ર 40% વસ્તી જ યુવાનોની છે, જે કામ કરી શકે તેમ છે. પણ આ યુવાનો જ કામ કરવાનું છોડી દે તો પેલી 60% વસ્તી કશું જ કરી શકવાની નથી એ દીવા જેવું સ્પષ્ટ છે.તો આપણે ભારતને પ્રગતિના પંથે કઇ રીતે લઇ જઇ શકીએ? ભારતને પ્રગતિના પંથે લઇ જવા માત્ર એક વાત કાને ધરજો-
નિંરાંત કેરી રાતમાં નિંદ્રા નહિ લાવો,
ઊજાગરે આનંદ માણો તો તમે ફાવો.
મુકેશ ડેરવાળિયા.
શ્રી રૂપાવટી પ્રા.શા.તા-જસદણ (ગુજરાત)
No comments:
Post a Comment