સુવિચાર :- "વિદ્યાર્થી-શિક્ષક વચ્ચે સબંધ છે કેટલો? માછલીને પાણીના સબંધ જેટલો. - એમ.જે. ડેરવાળીયા

Wednesday 16 May 2018

રાષ્ટ્ર ધ્વજનો ઇતિહાસ

v  ગુજરાતી પારસી મહિલા મેડમ ભીખાઇજી કામાએ સૌપ્રથમ ભારતીય રાષ્ટ્રધ્વજની ડિઝાઇન તૈયાર કરી હતી.
v  મેડમ ભીખાઇજી કામાએ ઇ.સ.1907માં જર્મનીના સ્ટુટગર્ટ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં ભારતનો ત્રિરંગો ફરકાવ્યો હતો.
v  ત્યાર બાદ ઇ.સ.1929માં જવાહરલાલ નહેરૂ દ્વારા 31, ડિસેમ્બર 1929ના રોજ રાવી નદીના તટ ઉપર ભારતમાં સૌપ્રથમ ત્રિરંગો લહેરાવવામાંઆવ્યો હતો. જેમાં ચક્રના સ્થાનેચરખો હતો.
v  સ્વતંત્રતા પછી બંધારણ સભા દ્વારા રાષ્ટ્ર ધ્વજની ડિઝાઇન નક્કી કરવા ઝંડા સમિતિ ની રચના કરવામાં આવી. ઝંડા સમિતિ ના અધ્યક્ષ જે.બી.કૃપલાણી હતા. સ્વતંત્રતા પછી મિંગલી વેંકૈયા દ્વારા રાષ્ટ્ર ધ્વજની ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી.
v  પંડિત જવાહરલાલ નહેરૂ દ્વારા 22, જુલાઇ 1947ના રોજ ચરખાના બદલે અશોકચક્ર વાળા નવા રાષ્ટ્રધ્વજનો પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો, જે બંધારણ સભા દ્વારા સ્વીકારવામાં આવ્યો.
v  બંધારણના અનુચ્છેદ-19(1)(A) અંતર્ગત રાષ્ટ્ર ધ્વજ ફરકાવવો દરેક નાગરિકનો મૂળભુત અધિકાર છે.
રાષ્ટ્રધ્વજનું માન-સન્માન જળવાઇ રહે તે માટે ભારત સરકાર દ્વારા ભારતીય ધ્વજ સંહિતા,2002 બનાવવામાં આવી છે.

No comments:

Post a Comment