સુવિચાર :- "વિદ્યાર્થી-શિક્ષક વચ્ચે સબંધ છે કેટલો? માછલીને પાણીના સબંધ જેટલો. - એમ.જે. ડેરવાળીયા

Sunday 24 June 2012

ગુરૂ વિષે અદભૂત વક્તવ્ય


જો  જો ગુરૂ વિષે વાંચતા  રુંવાટા ખાડા ના થઇ જાય!!!!!

ગુરૂ મહિમા ભાગ- 2     મુકેશ ડેરવાળિયા
ગુરૂ તો જીવનરૂપી નાવનો ખલાસી જ હોય શકે. નાવમાં ખલાસી ન હોય તો, તે નાવ ગમે તે દિશામાં ગતિ કરીને અંતે હલક – ડોલક થઈને ડૂબી જાય છે . એવી જ રીતે જિંદગીમાં કોઈ ગુરૂ જ ન હોય તો જીવન વેડફાય જાય છે. અને અંતે મંજિલ મળતી નથી.
ભજનની એક પંક્તિ યાદ આવે છે કે-
‘’ભટકેલા મનની ગુરુજી ભૂલોને સુધારજો , સમજણના સોટા અમને દેજો ગુરુજી મારા ચરણોમાં લેજો.’’
    માતા આપના શરીરને સુધારવાનું કામ કરે છે, પણ ગુરુજી તો આપણા મનને સમારવાનું કામ કરે છે.
     ગુરૂ-પૂર્ણિમાનો તહેવાર પૂનમના દિવસે જ શા માટે? આ પ્રશ્ન મને કોઈ પૂછે તો હું એક જ જવાબ આપું કે –પૂનમનો ચંદ્ર સોળે કળાએ ખીલેલો હોય છે.ચંદ્રની ચાંદનીની શીતળતા સૌ કોઈને ગમે છે.ગુરુમાં પણ આ દરેક ગુણ હોવાથી ચન્દ્ર સાથે જ ગુરૂની તુલના કરી શકાય. બીજી કોઈ વસ્તુ સાથે ગુરુની તુલના કરવી એ ‘’ગુરૂ ‘’ શબ્દ સાથે અન્યાય છે.
પ્રાચીન સમયમાં રાજાઓ પોતાના દરબારમાં ‘’રાજગુરૂ’’ રાખતાં.રાજગુરુની ગાદી રાજાની ગાદી કરતાં પણ સહેજ ઊંચી રાખવામાં આવતી.રાજા પ્રજાનો સેવક બનીને રહેતો પરંતુ ગુરુનો દાસ બનીને રહેતો. રાજા પોતાના દરબારમાં ગુરુનો જેટલો આદર કરતા એ વાત પરથી મનમાં એક ચિંતન જરૂર થાય કે –‘’રાજશાસન ચલાવવા ગુરુની હાજરી જરૂરી છે,તો દુનિયારૂપી શાસન ચલાવવા શું ગુરુની હાજરી આવશ્યક નથી?
ગુરૂ મહિમા ગાતાં મને એક પંક્તિ સૂઝે છે-
‘’ગુરૂ ગણેશ, ગુરૂ ગૌતમ,ગુરૂ ગાયનો અવતાર,
ગુરૂ જ્ઞાન રૂપી દૂધ પાયને કરાવે છે ભવપાર ‘’

No comments:

Post a Comment